અમેરીકા-બ્રાઝીલમાં દરરોજ લગભગ ૫૦ હજાર નવા કોરોના કેસ સામે આવી રહયા છે. પણ મૃત્યુદર પહેલા કરતા ઓછો થયો છે. વૈજ્ઞાનિકોએ આ અંગેનું કારણ શોધ્યુ છે. તેમના જણાવ્યા મુજબ આ બદલાવ પાછળ કોરોનાનું નવુ રૂપ ”જી-૬૧૪’ છે. જેનાથી સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાય છે. પણ જીવનું જોખમ ધટયું છે.
આંતરરાષ્ટ્રીય શોધકર્તાઓનું આ અધ્યયન એલ પત્રિકામાં પ્રકાશીત થયું છે. શોધકર્તાઓ મુજબ કોરોનાના નવા રૂપે યુરોપથી લઇને અમેરીકા સુધી ટુંકા સમયમાં સંક્રમણ ફેલાવ્યું છે. જો કે લોકોને પહેલાથી ઓછા બીમાર કર્યો છે. જેથી વિશ્વને કોરોનાના નવા રૂપથી વધુ ખતરો ઉભો નથી થયો.
અમેરીકાના લોસ અલામોસ નેશનલ લેબોરેટરીએ આ અધ્યયન વિશે મુખ્ય લેખક બેટ કોર્બર કહે છે કે કોવિડ – ૧૯ વાયરસમાં રૂપ પરિવર્તન (મ્યુટેશન)ની ક્ષમતા છે. અમે એપ્રિલની શરૂઆતમાં વાયરસના અનુવાંશીક અનુક્રમમાં રૂપ પરીવર્તન થતુ. જેના કારણે ખબર પડી કે વાયરસના પૂર્વ રૂપ ”ડી-૬૧૪”માં આર્શ્ચયજનક બદલાવ થઇ રહયો છે.
આ આધાર ઉપર વૈજ્ઞાનિકોએ વાયરસના ઘણા અનુવાંશીક અનુક્રમોની તપાસ કરી. સાથે જ વાયરસના માણસો, પશુઓ અને પ્રયોગશાળામાં કોશીકાઓ ઉપર રૂપ પરીવર્તનનું અધ્યયન કરેલ. જેનાથી ખબર પડી કે મોટાભાગના સંક્રમણોમાં વાયરસના નવા રૂપ ”જી-૬૧૪” હાજર હતુ જેનાથી સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાયું છે.
ઓલ્મન સૈફાયર મુજબ હવે વિશ્વ આખામાં સૌથી વધુ લોકો ”જી-૬૧૪” કોરોના વાયરસથી સંક્રમણ ફેલાવે છે. માર્ચની શરૂઆતમાં તેની હાજરી યુરોપમાં હતી અને માર્ચના અંત સુધી અમેરીકા સુધી ફેલાઇ ચુકયો છે. રૂપ પરીવર્તને કોરોના વાયરસના પ્રોટીન સ્પાઇક ઉપર અસર કરી છે. સ્પાઇક વાયરસના કારણે આ સંરચના થાય છે, જેનો ઉપયોગ કરી વાયરસ માનવ કોષોમાં પ્રવેશ કરે છે.
વૈજ્ઞાનિકોએ રીસર્ચ કરતા જાણવા મળેલ કે કોરોના વાયરસના જે સમુદ્રમાં ભીન્નતાના કારણે માણસના કોષને સંક્રમીત કરવાની તેની ક્ષમતામાં સુધાર થયેલ અને તે દુનિયાભરમાં સૌથી વધુ સંક્રમીત કરવાની તેની ક્ષમતામાં સુધાર થયેલ અને તે દુનિયાભરમાં સૌથી વધુ તાકાતવાળા સંક્રમણના રૂપે ફેલાયું છે. સંક્રમણનું આ નવુ રૂપ ”જી-૬૧૪” કોરોનાના દર્દીઓની શ્વાસનળીમાં વધુ સંક્રમણ કરે છે. જેનો અર્થ એ છે કે આ વાયરસ નાક, આંખો અને નાકની વચ્ચેના ભાગ તથા ગળામાં પોતાનું સંક્રમણ ઝડપથી વધારે છે.
વૈજ્ઞાનિકો હવે એ સમજવામાં લાગ્યા છે કે કોરોના વાયરસ જી-૬૧૪ ને નષ્ટ કરવામાં સંભવીત રસી કેટલી કારગર નિવડશે, કેમ કે વિશ્વમાં જે રસીનું નિર્માણનું અનુસંધાન ચાલે છે તેમાં પૂર્વ રુપના પ્રોટીન સ્પાઇક લેવાયા છે.
જો કે ડયુક યુનિવસીર્ટીના શોધકર્તાઓએ બર્લીનની હોસ્પિટલમાં દાખલ ૧ હજાર એવા દર્દીઓ ઉપર અધ્ધયયન કરેલ.જેણે નવા રૂપને સંક્રમીત કરેલ. તેમણે જાણ્યુ કે નવુ રૂપ કોરોનાના મુળ રૂપથી વધુ ખતરનાક નથી. જેના આધાર ઉપર ઓન્કોલોજીના પ્રોફેસર લોરેન્સ યંગે જણાવેલ કે જેમ-જેમ વાયરસમાં મ્યુટેશન થશે, તેમ સંક્રમણ વધશે પણ તે નબળો પડતો જશે.