ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે જ પાટણના 3 શખસની પોલીસે અટકાયત કરી છે. આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા.
બાતમીના આધારે ટાસ્ક ફોર્સ ત્રાટકી આ બાબતે તિરૂપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી એમ.ડી. શરીફે જણાવ્યું હતું કે, એમને ગઈકાલે રાત્રે ઇન્ફર્મેશન મળી હતી. ઉત્તમકુમાર, હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ડર્સના ઈલિગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે. જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે. અમારા લોકલ સોર્સિસથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી. લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેન કર્યા છે. ઈન્ટ્રોગેશન દરમિયાન અંદર 154 રક્તચંદનના લાકડા હતા. 4.5 ટનના આ લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે. અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરૂપતિ લઈ જઈશું.
પ્રાથમિક મળતી માહિતી અનુસાર રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. આ અંગે સિદ્ધપુર DySP કે .કે .પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવાતું અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા. વધુ કિંમત ઉપજે એમ હોય આ લોકોનું વિદેશ મોકલવાનું આયોજન હતું.
ચંદનચોરીમાં પકડાયેલા આરોપીઓ
- પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર (ઉં.વ.28) રહે. ચારૂપ તા.સરસ્વતી જિ.પાટણ
- હંસરાજ વીરાજી તેજાજી જોષી (ઉં.વ.37) રહે.ભાટવાડો, તોરણવાડી માતા, મહેસાણા તા.જિ.મહેસાણા
- ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની (ઉં.વ.44) રહે.૦૧, બ્રહ્મપુરી, હનુમાનજી મંદિર પાસે, વાડી રોડ, ડીસા તા.ડીસા જિ.બનાસકાંઠા
આંધ્રપ્રદેશના સંદુપાલી-સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદનની માહિતી બોર્ડર રેન્જના આઈજી અને પાટણ એસપીને રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ચંદન ચોરીના ઈનપૂટ આપ્યા હતા. જેના આધારે પાટણ એલસીબીએ 3 આરોપીઓને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન તિરૂપતિની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી આવી પહોંચતાં પાટણ એલસીબીએ બાલીસણા પોલીસ સાથે મળીને શ્રેયા ગોડાઉન પર સર્ચ કર્યું હતું. જ્યાં 70 નંબરના ગોડાઉનમાં રક્તચંદનના 154 લાકડા મળ્યા હતા. આ જથ્થો શાકભાજીની આડમાં આઈસરમાં ભરીને ગુજરાતમાં લવાયો હતો.
રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ગઈકાલે અન્નામૈયા જિલ્લાના ચરમથે રામપ્રસાદ વેંકટ રાજુ (ઉં.વ. 41)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેની પૂછપરછમાં જથ્થો પાટણ પહોંચાડાયો હોવાની વિગત આવી હતી. આ જથ્થો પાટણ, મહેસાણા અને ડીસાના શખસે ચારેક મહિના પહેલા આઈશરમાં શાકભાજીની આડમાં લાવીને શ્રેય ગોડાઉનમાં સંતાડ્યો હતો. ત્રણેયની અટક બાદ પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આંધ્રપ્રદેશ પોલીસે, પાટણ એલસીબી અને અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70માં તપાસ હાથ ધરી હતી. જેમાં વિપુલ પ્રમાણમાં લાલ ચંદન લાકડાંનો જથ્થો હાથ લાગ્યો હતો. આ અંદાજિત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને કિંમત રૂ. અઢી કરોડ જેટલી ગણાઈ રહી છે. પોલીસે તપાસ કરી છે કે, આ જથ્થો ક્યાંથી આવે છે? કોનો છે? અને અત્યારે હાલ પાટણના બે અને ડીસાના એક શખસ એમ ત્રણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ કરવામાં આવી છે.