કચ્છની જમીન ખરીદી મામલે આણંદના બિલ્ડરની સાથે ઠગાઇ મુદ્દે વિવેક્સાગર સ્વામીની ધરપકડ

કચ્છના અમુક ચિટીંગબાજો જિલ્લા અને રાજય બહાર સસ્તા સોના અને એક કા ડબલના નામે અનેકોને છેતર્યા હોવાના કિસ્સાઓ ઉજાગર થઈ ચુકયા છે ત્યારે હવે આવાજ કિસ્સા કચ્છમાં પણ બહારના શખ્સો સસ્તા ભાવે જમીન આપવાના કિસ્સામાં સ્વામીની ધરપકડ થતા કેટલાકના પગ નીચે રેલો આવે તે તો તપાસમાં બહાર આવશે.

આણંદના બિલ્ડરને કચ્છના અબડાસા તાલુકાના રવા ગામે આવેલી ૧૬૦.૪૭ એકર જમીન સસ્તા ભાવે ખરીદીને તે જ જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે ખરીદી લેવાની લાલચ આપીને અને તેમના ભાગીદારોને ૩.૨૨ રોડ રૂપિયાનો ચુનો લગાવવાના કેસમાં સંડોવાયેલા સ્વામી વિવેક્સાગર દાસ સ્વામીની તપાસ કરતી પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે. રીમાન્ડ દરમ્યાન જમીનો બતાવીને કરાતી છેતરપીંડી સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો સપ (ટી પર આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે રહેતા બીલ્ડર જીગરભાઈ થે સુરેશભાઈ પટેલ અને તેમના ૨ ભાગીદારો સચીન ઘનશ્યામભાઈ ને પટેલ, નેતલ કીરિટકુમાર પટેલને આણંદના દલાલ મનિષભાઈ ૩ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા  સ્વામી દર્શનપ્રિય દાસજી સ્વામી/  (રે. ચીખોદરા) અને વિક્રમસિંહ  હિંમતસિંહ ડાભી (રે.રાજટ) એ સને ૨૦૨૦માં કચ્છના. રવા ગામની ૧૬૦.૪/ એકર જમીન બતાવી હતી જમીન જોવા માટે વિવેક્સાગર દાસજી સ્વામી પણ ગયા હતા.

આ જમીન તમો સસ્તા ભાવે ખરીદી લો ત્યારબાદ અમો આ જમીન તમારી પાસેથી મંદિર બનાવવા માટે વધુ ભાવ આપીને ખરીદી લઈશું તેમ જણાવીને લલચાવ્યા હતા. જેથી વાતચીતના અંતે એક એકર જમીનનો ખરીદ ભાવ ૬.૧૧ લાખ અને વેચાણ ભાવ/ ૧૧.૪૩ લાક નક્કી કર્યો હતો. જે પેટે વિક્રમસિંહ આણંદ આવીને રોકડા ૮૦ લાખ ૫ રૂપિયા લઈ ગયા હતા.ત્યારબાદ ૧ અવાર-નવાર સંપર્ક કરવા છતાં ૫ પ્રણ પૈસા પરત ના મળ્યા કે,  જમીનનો વેચાણ દસ્તાવેજ પણ ના કરી આપ્યો જેથી જીગરકુમારે ગત ૨જી ઓગષ્ટના રોજ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

પોલીસે ગુનો દાખલ કરીને સ્વામી વિવેક્સાગર દાસ પ્રેમવતી નંદનદાસજી સ્વામી (રે. પુર્ણા ગામ, તળાવ પાસે, સુરત)ને ઝડપી પાડીને આણંદ લઈ આવ્યા હતા અને કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ અર્થે પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને યાને લઈને બે દિવસના રીમાન્ડ મળ્યા હતા. રીમાન્ડ મળતાં જ પોલીસે વિવેક્સાગર દાસ સ્વામીની ઘનિષ્ઠ પુછપરછ હાથ ઘરી છે.

Don`t copy text!