ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરમાં પરંપરાગત સમારોહમાં હજારો ભક્તો હાજરી આપે છે

મેલબોર્ન,ઓસ્ટ્રેલિયાના એક અગ્રણી હિંદુ મંદિરમાં બે દાયકામાં એક વખત યોજાતા પરંપરાગત સમારોહમાં હજારો ભક્તોએ હાજરી આપી હતી. મીડિયામાં એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. આ સમારોહ સિડનીની બહાર હેલેન્સબર્ગના શ્રી વેંકટેશ્ર્વર મંદિરમાં યોજાયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, સમારોહમાં ૨૦,૦૦૦ થી વધુ હિન્દુઓએ હાજરી આપી હતી, જેમાં સિંગાપોર, મલેશિયા અને મોરેશિયસના ૧૫ પાદરીઓ અને મુલાકાતીઓનો સમાવેશ થાય છે. મંદિરમાં આયોજિત કુંભભિષેક સમારોહ સમગ્ર સમુદાય માટે સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે. મંદિરનો ર્જીણોદ્ધાર ગયા વર્ષે ૩ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો.