આમિર, શાહરૂખ, સલમાન કાયદાથી ઉપર છે? તેમની દુબઈ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએઃ સ્વામી

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનુ રહસ્ય હજી પણ અકબંધ છે.જોકે તેના કારણે બોલીવૂડમાં સગાવાદનો કદરુપો ચહેરો લોકોની સામે આવી ગયો છે.

હવે આ વિવાદમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કુદી પડ્યા છે.સ્વામીએ પણ સુશાંતના આપઘાતની સીબીઆઈ તપાસની માંગણી કરી છે.એટલુ જ નહી સ્વામીએ સ્ફોટક નિવેદન આપતા કહ્યુ છે કે, બોલીવૂડના ત્રણ ખાન સુપરસ્ટાર આમિર, શાહરુખ અને સલમાન સુશાંતના મોત પર કેમ ચૂપ છે.

આ ત્રણે અભિનેતાઓએ દુબઈમાં ખરીદેલી પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ.તેમને કોણે દુબઈમાં પ્રોપર્ટી ગિફ્ટ આપી છે અને કેવી રીતે તેમણે તેની ખરીદી કરી છે તેની તપાસ જરૂરી છે.આ તપાસ ઈડી, સીબીઆઈ અને આઈટી વિભાગ દ્વારા થવી જોઈએ.શું આ ત્રણે અભિનેતા કાયદાથી પર છે…

આ પહેલા સ્વામીએ કહ્યુ હતુ કે, સુશાંતના મામલામાં પોલીસ જે કહી રહી છે તે પ્રમાણે આ મામલો આત્મહત્યાનો છે તે સ્વીકારી લેવામાં આવે અથવા તો સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો છે તેની તપાસ કરવામાં આવે તેના પર વકીલ ઈશકરણસિંહ ભંડારી સાથે મેં ચર્ચા કરી છે.

સુશાંતના આપઘાતના મામલામાં પોલીસ અત્યાર સુધીમાં 34 લોકોના નિવેદન રેકોર્ડ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *