હાલોલ ચોકડી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિ હાલોલના ગોધરા રોડ ઉપર આવેલા આલ્માં કોમ્પ્યુટરમાં કોર્સ કરતી હોય ગઇ કાલે બપોરના સમયે ધરેથી કોમ્પ્યુટર કલાસ જવા નિકળી હતી. છુટીને ધરે પરત નહિ ફરતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી અને આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. યુવતિએ કાલોલ મધ્ય ગુજરાત વીજ કંપની સામે દશાર્માંની મૂર્તિ વેચવા ઉભો કરેલ મંડપમાંં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
હાલોલના ચોકડી વિસ્તારમાંં રહેતી 19 વર્ષીય યુવતિ જે હાલોલના ગોધરા રોડ ઉપર આલ્મા કોમ્પ્યુટર કલાસીસમાં કોર્સ કરતી હતી. ગઈકાલે ધરેથી બપોરના 12 વાગ્યે કોમ્પ્યુટર કલાસ માટે નિકળી હતી. કલાસ ત્રણ વાગ્યાના સમયે પુરો થવા બાદ ધરે પરત ફરી ન હતી. જેને લઈ યુવતિના પરિવારજનોએ યુવતિના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતાં ફોન ઉપાડયો ન હતો. જેથી શોધખોળ કરવામાં આવી હતી. યુવતિ નહિ મળતા પરિવાર દ્વારા હાલોલ પોલીસ મથકમાં જાણ કરી હતી. કાલોલ વીજ કંપનીની કચેરી સામે દુકાનદાર વેપારીએ પોતાની દુકાન બહાર મંડપ બાંધી દશાર્માંની મૂર્તિ વેચવા તાડપત્રી બાંંધીને સ્ટોલ ઉભો કર્યો હતો. સાંજે તાડપત્રીથી સ્ટોલ બંધ કરી ધરે જતો રહ્યો હતો.
સવારે દુકાન ખોલવા માટે મંડપની તાડપત્રી હટાવતા અંદર યુવતિનો ગળે ફાંસો ખાધેલ હાલતમાંં લટકતો મૃતદેહ જોઈ આસપાસના દુકાનના વેપારીઓને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકટોળા એકઠા થયા હતા. આ ધટનાની પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ દોડી આવી હતી. યુવતિએ લોંખડની એંંગલ સાથે બાંધીને ગળે ફાંસો લીધો હતો. પોલીસે બેગ અને મોબાઈલની તપાસ કરતાં યુવતિ હાલોલની હોવાનું સામે આવતાં પરિવારજનોને જાણ કરાઈ હતી. યુવતિના મૃતદેહને કાલોલ રેફરલમાંં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલોલની યુવતિ કાલોલ કેમ આવી અને મોડી રાત્રે આપધાત માટે દશાર્માંના સ્ટોલ કેમ પસંદ કર્યો તેવા અનેક પ્રશ્ર્નોની કડી મેળવવા માટે પોલીસે તપાસ આરંભી છે.