સપ્ટેમ્બરમાં વોટ્સઅપે ભારતમાં ૨૬.૮૫ લાખ એકાઉન્ટ બંધ કર્યા


નવીદિલ્હી,
સોશિયલ નેટરવકગ કંપની વોટ્સઅપ સતત ફેક એકાઉન્ટને લઈન કાર્યવાહી કરતી આવી છે. ત્યારે હવે વોટ્સઅપે વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. હાલમાં જ વોટ્સઅપે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં બ્લોક કરાયેલા વોટ્સઅપ એકાઉન્ટનો આંકડો જારી કર્યો છે.

એકાઉન્ટને લઈને સતત કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે વોટ્સઅપે સપ્ટેમ્બર મહિનાના આંકડા જારી કર્યા છે. આ આંકડા અનુસાર, વોટ્સઅપે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ૨૬.૮૫ લાખ ફેક એકાઉન્ટ બ્લોક કર્યા છે. આમાં ૮.૭૨ લાખે એવા એકાઉન્ટ છે જેને રિપોર્ટ કરાયા પહેલા જ સસ્પેન્ડ કરાયા હતા.

આ પહેલા ઓગસ્ટમાં પણ વોટ્સઅપે ૨૩.૨૮ લાખ ફેક એકાઉન્ટને બ્લોક કર્યા હતા. સપ્ટેમ્બરનો આંકડો ઓગસ્ટના આંકડાથી ૧૫ ટકા વધુ છે. વોટ્સએપે સપ્ટેમ્બર મહિનાના યુઝર સિક્યોરિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ વચ્ચે ૨,૬૮૫,૦૦૦ વોટ્સઅપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી ૮૭૨,૦૦૦ એકાઉન્ટને યુઝર તરફથી કોઈપણ અહેવાલો પહેલાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ભારતીય ખાતાની ઓળખ ૯૧ ફોન નંબર દ્વારા થાય છે.

Don`t copy text!