રથયાત્રા 2023 : અમદાવાદના દરિયાપુરમાં છત ધરાશાયી 3 બાળક સહિત 8 લોકોને ઈજા.

રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. આથી નીચે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 બાળક સહિત 8 ભાવિકને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે.

રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં નાખી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.