મહીસાગર જિલ્લામાં આજે ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા

  • અત્યારસુધી જિલ્લામાં કોરોના ના કુલ ૮૮૬ પોઝીટીવ કેસ નોંધાયા.
  • આજે ૦૫ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી.

લુણાવાડા,
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૦૪ પુરુષ, કડાણા તાલુકાના ૦૧ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૮ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૦૧ સ્ત્રી અને ૦૧ પુરૂષ જયારે વિરપુર તાલુકાના ૦૧ પુરુષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૭-૦૯-૨૦૨૦ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૮૮૬ કેસ પોઝીટીવ નોધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી કડાણા તાલુકાની ૦૧ સ્ત્રી, લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી અને ૦૨ પુરુષ જયારે સંતરામપુર તાલુકાના ૦૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૩૬ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૦ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૮ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૪૧૦૯૯ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૧૯૪ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૨ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૧૯ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા, ૨૩ દર્દી હોમ આઇસોલેશન, ૦૧ સીવીલ હો.અમદાવાદ, ૦૫ પ્રાઇવેટ હોસ્પિટલ અમદાવાદ, ૨૧ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ ૧૦ દર્દી જઉઇં સંતરામપુર અને ૦૧ દર્દી અલ હયાત ગોધરા ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૦૬ દર્દીઓ સ્ટેબલ અને ૦૬ દર્દીઓ ઓક્સિજન પર છે.