મહારાષ્ટ્રના પુનામાં એક કેમિકલ પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી છે. સોમવારે પુનાના ઘોટાવાડે ફાટામાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગમાં 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાંચ લોકો હજી પણ પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયા છે, જે શોધી શકાયા નથી. આગ વિશે બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજી બહાર આવ્યું નથી.
ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્લાન્ટમાં આગ લાગતા સમયે 37 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. 12 લોકોની લાશ મળી આવી છે અને 5 લોકોની શોધખોળ બાકી છે. આ ઉપરાંત 20 લોકોને પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.