મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે,સુપ્રીમ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસમાં એડવોકેટ કમિશનર દ્વારા સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે. કોર્ટે આ પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે અમને આ મામલે વિચાર કરવા માટે સમયની જરૂર છે. આ મામલે લાંબી સુનાવણીની જરૂર છે. આવી સ્થિતિમાં, આ કેસની સુનાવણી ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા અઠવાડિયામાં થશે. ત્યાં સુધી સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે.

હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિંદુ તરીકે જાહેર કરવાની અને તેમને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ પક્ષે તેના અસ્વીકાર માટે દલીલ રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષે આ માટે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અને લિમિટેશન એક્ટનો ઉપયોગ કર્યો છે. વકફ એક્ટ, સ્પેસિફિક પઝેશન એક્ટ ટાંકવામાં આવ્યા હતા. આ મામલે ૬ જૂને સુનાવણી થઈ હતી, જેના પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

શાહી ઇદગાહ મસ્જિદનું માળખું હટાવવા, જમીનનો કબજો સોંપવા અને મંદિરના પુન:નિર્માણની માગણી સાથે હિન્દુ પક્ષ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ વિવાદ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની શાહી ઇદગાહ મસ્જિદ સાથે સંબંધિત છે, જે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરના કથિત વંસ પછી બાંધવામાં આવી હોવાનું માનવામાં આવે છે.