ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોના સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેને જોતા ભારત જલ્દી જ કોરોનાથી બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ બની જશે.
દેશમાં જે ઝડથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતા લાગે છે કે શનિવાર કે રવિવારે ભારત દુનિયાનો બીજો સૌથી વધારે સંક્રમિત થનારો દેશ બની જશે. કોરોના કેસોના મામલે હાલ ભારત ત્રીજા ક્રમે છે. અમેરીકા આ યાદીમાં પહેલા અને બ્રાઝિલ બીજા નંબરે છે.
ઉલ્લેખનિય છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં 2,61,21,999 કોરોના કેસ સામે આવ્યા છે જેમાંથી 39,36,747 એટલે કે 15.07% ભારતમાં છે. દુનિયામાં કોરોનાના કારણે કુલ 8,64,618 મોત થયાં છે જેમાંથી 68,472 એટલે કે 7.91% મોત ભારતમાં થયાં છે.
કોરોનાથી પ્રભાવિત ટોપ-5 દેશો
અમેરીકા | 60,50,444 |
બ્રાઝિલ | 39,97,865 |
ભારત | 39,36,747 |
રશિયા | 10,09,995 |
પેરૂ | 6,63,437 |
છેલ્લા 24 કલાકમાં દુનિયાના ટોપ 5 દેશોમાં સામે આવનારા નવા કેસો
ભારત | 83,341 |
બ્રાઝિલ | 46,934 |
અમેરીકા | 39,402 |
અર્જેન્ટિના | 10,933 |
કોલંબિયા | 9270 |