
- રિપોર્ટમાં હિમોગ્લોબિન 6.2 ટકા બતાવ્યું
- અમારો રિપોર્ટ બરાબર છે – યશ લેબના સંચાલક
ગોધરાના ધોળાકુવા વિસ્તારમાં રહેતા પટેલ રાકેશકુમાર રમણલાલને પથરીની સમસ્યા હોવાની ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી લેબોરેટરીમાં રીપોર્ટ કરવાનું જણાવતાં રાકેશભાઇઅે ગોધરાની યશ લેબોરેટરી ખાતે રીપોર્ટ કરાવ્યો હતો.
જેને લઇને રાકેશભાઇ પટેલે રિપોર્ટમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરતી લેખિત રજુઅાત કલેકટરને કરી હતી. જેમાં યશ લેબોરેટરીના રિપોર્ટમાં રાકેશભાઇનું હિમોગ્લોબીન 6.2 બતાવેલ હોવાથી તબીબે કેસ ગંભીર સમજતા રાકેશભાઇના વડોદરાલઇ ગયા હતા. તેજ દિવસે વડોદરાની લેબોરટરીમાં લોહીનો રીપોર્ટ કરાવતાં રીપોર્ટમાં હિમોગ્લોબીન 14.1 બતાવ્યું હતું.
જો ગોધરાની લેબના રીપોર્ટના અાધારે સારવાર કરાવી હોય તો શું થાત તેવા આક્ષેપ કરીને યશ પેથોલોજી સામે યોગ્ય તપાસ થાય અને કાયદેસરના પગલા ભરવામાં અાવે તેવી માંગ કરી હતી. જયારે આ બાબતે યશ લેબોરેટરી દ્વારા જણાવ્યું કે બીજા દિવસે રીપોર્ટ કરાવવાથી રીપોર્ટ અલગ અાવી શકે છે અમારો રિપોર્ટ સાચો છે તેમ જણાવ્યું હતું.