ગરબાડા,
આગામી આવનાર વિધાનસભાની ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તેમજ અસામાજિક તત્વ પર અંકુશ લાવવા તેમજ સેવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાને ડહોળવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અને મતદારોના નિરપેક્ષ ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેના તથા લોકશાહી પ્રત્યેના આત્મ વિશ્ર્વાસને વધુ મજબૂત કરાવવા માટે ગરબાડા પોલીસ અને CPMF ના જવાનો દ્વારા ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયુ હતું. જેમાં ગરબાડા પી.એસ.આઈ જે.એલ.પટેલ તેમજ પોલીસ સ્ટાફ અને CPMF ઉપસ્થિત રહીને ફૂટ પેટ્રોલિંગ યોજીયું હતું.