અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો:ગુલબાઈ ટેકરામાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરો ફેંક્યા, આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે

અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકવાની ઘટના સામે આવી છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેને લઇને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.